ધીરે ધીરે એવું કંઇક
સમજાય છે કે,
સમય ગુપચુપ
લૂંટાતો જાય છે.
કરીએ દિલની વાતો
એવા સ્વજનો,
ગુમ થતા જાય છે.
શ્વાસથી યે નિકટ
જે હતા હાલ પર્યન્ત,
આંખથી ધીમે ધીમે
ઓઝલ થતા જાય છે.
ડગ સ્વયંભૂ વળીને
જતા જે તરફ
હોંશે હોંશે,
એ ઘરો તૂટતા
ને ખૂટતા જાય છે.
lકોણ જાણે કયો
શ્રાપ લાગી ગયો,
લીલાછમ માણસો
રણ થતા જાય છે.
જે ઘરોમાં જઈ
સહેજ હળવા થતા,
બારણાં એ બધા
બંધ થતા, જાય છે.
વડીલો કહે છે
એ સાવ સાચું છે કે.
હવે સ્થાન હળવાશના
ઓછા થતા જાય છે.
🙏
રચના:અજ્ઞાત