Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ, શબ્દોને હવે સજાવવા દે.
અંતરનું બહાર સઘળું આવવા દે.

રાખ્યું કેટકેટલું સાચવી ઉરના ખૂણે,
ઓષ્ઠોથી એ સઘળું હવે વદવા દે.

સ્થિર તો જળ પણ બગડી જાય,
લાગણી મૂક છૂટીને એને વહેવા દે.

ના કર પરવા કે કોણ શું વિચારશે?
શબ્દસંગાથે મનને તું હળવું થવા દે.

કેવળ લોકમત પર જીવન ન જીવાય,
દિલદાસ્તાના કાં તું કહે કાં કહેવા દે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111920631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now