ગળતો તો ગળતો, એક જામ લઈને જીવી ગયાં;
એ નહીં તો બસ એમનું નામ લઈને જીવી ગયાં;
મયખાના, પયમાના કે સાકીનું મારે શું કામ હવે!
જ્યારે બેવફાનો માથે ઇલ્જામ લઈને જીવી ગયાં;
જવાબદારીઓ હજુ ઘણી બાકી છે નિભાવાની,
ભારી છે હૃદય અને કાંધે કામ લઈને જીવી ગયાં;
દિવસે દિવસે ઘટતી જ રહે છે આ શ્વાસોની મૂડી,
ભીતરમાં અમે એક ખાલી ઠામ લઈને જીવી ગયાં;
મળશે જરૂર શાંતતા વહે મને તો કબરમાં "વ્યોમ"
એ ઈચ્છા સંગ કફનનો ઇંતજામ લઈને જીવી ગયાં;
✍️... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર.