આંખોને વાંચી લ્યો, જબાન કશું નહિ કહે.
અંતરને ઉકેલી લ્યો, જબાન કશું નહિ કહે.
ખૂબખૂબ ભરી છે વેદનાઓ ઉરના ઊંડાણે,
ઉરતાપે તાપી લ્યો, જબાન કશું નહિ કહે.
એમ તો ચહેરો પણ ઘણુંબધું કહી રહ્યો છે,
એને સાંભળી લ્યો, જબાન કશું નહિ કહે.
આમેય શબ્દોની ભાષા કેટલા સમજી જતા?
પાનખરની ડાળી લ્યો, જબાન કશું નહિ કહે.
ક્યાં છીએ આખરે એકમેકથી જુદા આપણે,
એકબીજા તાળી લ્યો, જબાન કશું નહિ કહે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.