પૂછ્યું એમણે કેમ છો ?
કહ્યું અમે સારા છીએ ,
વાત અમારી નહોતી સાચી
ને નજરો એમની કાચી ,
નેણ સંગ નેણ મિલાવ્યા
ને ભીતર કહાની ના વાંચી
હવે પૂછવું શું ને કહેવું છું?
કહી સાંભળી સમજવું છું
ફરી અમે પૂછીશું કેમ છો?
ને વળી એ કહેશે સારા છીએ.
Nanda H Solanki.
16/2/2024