Gujarati Quote in Blog by Darshana Hitesh jariwala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના વિચાર કે તારું વ્યક્તિત્વ કેટલું મોટું?
ગગન જેટલું છે વિરાટ અસ્તિત્વ તારું..

સપનાની પાંખો ફેલાવી
મુક્ત ગગને ઉડવું છે
લક્ષ્યોને પાંખોમાં ભરી
પંખીની જેમ ઉડવું છે.
પછી, આસમાની આભલે
શમણાંનું ચિત્રણ કરવું છે.
મેઘ ધનુષી રંગો ભરી
આભનાં કેનવાસે ઉડવું છે.
બસ, શરત એટલી જ છે
કે પાંખો કાપી,
પછી
પિંજરે પુરાવું નથી.
વિહગ બની
મુક્ત ગગને ઉડવું છે.
જો હું પંખી બનું તો
પીંજરું તોડી ઉડવું છે.
સપનાને હકીકતમાં જીવવું છે.

દર્શુ.. રાધે રાધે..

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111918559
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now