પૂર્વ એ પશ્ચિમને કીધું, હેપ્પી વસંતપંચમી
પશ્ચિમ બોલ્યું , આઇ લવ યોર સંસ્કૃતિ
હેપ્પી વેલેન્ટાઇન્સ ડે........
ગ્રહો, નક્ષત્રોને, દિવસોનો ભેદ મટી ગયો આજે ,
સઘળું ભૂલી પૂર્વ પશ્ચિમ એક થઈ ગયા આજે.
ખીલવા ખીલવવાની મૌસમ આવી
મોહરો એકમેક સંગ આજે
કેસુડાનો રંગ કેસરી જ્ઞાન છડી પોકારે ,
સૂકી ડાળે લીલી કૂંપળ ફૂટી એને શણગારે ,
ગુલાબ તણો લઈ રંગ ગુલાબી,
સૌ ખીલી ઊઠ્યા આજે .
ઈશ્વરે પણ એ જ કહ્યું છે,
નફરત હારી પ્રેમ જીતશે,
એકમેકને
પ્રેમ કરો સૌ આજે......
પ્રેમ કરો સૌ આજે......
વસંતપંચમીની શુભકામના
હેપ્પી વેલેન્ટાઇન્સ ડે........
જીગર બુંદેલા