ચાલ, આજે પાછું તારી સાથે એક પ્રોમિસ કરી દઉં..
તું પ્રથમ વખત મળેલી એ ક્ષણને આમ દિલમાં ભરી લઉં.
એ તોફાની આંખોની ચમકને મનનાં ખૂણામાં કેદ કરી લઉં.
બેઠાં હતાં એકબીજાની સામે બસ બે કદમથી જ દૂર હતાં.
તારી નાં-જોઈને પણ મને જોવાની અદાને સલામ કરી લઉં.
જીંદગીની સફરમાં સાથ આપનારા વ્યકિત જો તું હોય તો,
ખુશીની આ સફરનું પહેલું પગલું આજ તારી સાથે ભરી લઉં.
હાથમાં હાથ હોય ને હોઠથી હોંઠ જોડાયેલા હોય એવાં,
તારી જોડે જોયેલા સપનાંઓ, એક એક કરી પૂરા કરી લઉં.
ચાલ, આજે પાછું તારી સાથે એક પ્રોમિસ કરી દઉં..
-તેજસ