Gujarati Quote in Poem by j.j gadhvi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"શ્રી હરિ મહિમા વર્ણન".

હરિ તારા ઉપકારક ગણતાં ન આવે પાર,
સૃષ્ટિનો તું તારણહાર ઈચ્છું છું તારો દીદાર.

નિજ જન કારજ કીધું ન માગ્યું એપણ દીધું,
નામ તારું લીધું ને સકળ કારજ સીધું.

ભરી સભામાં બળવીર દ્રોપદી નાં પૂર્યા ચીર,
વિપત વેળા એ વાસુદેવ ઉગાર્યા જન તતખેવ.

અસુર ને સંહાર્યો પ્રહલાદ ને ઉગાર્યો,
ભક્ત કારણ વા'લે નરસિંહ રૂપ ધાર્યો.

નામનો મહિમા અપાર થયો અજામિલ ભવપાર,
જપે ભાવે-કુભાવે તો પણ મુક્તિ અપાવે.

વાલા તે વચન રાખ્યું વિષ અમૃત કરી નાખ્યું,
ગુણ છે તારા લાખુ હું કેમ કરી ભાખુ.

ગજ ની વાર તે કીધી ડૂબતા બાહ્ય ગ્રહી લીધી,
નથી હટતી મારી વૃત્તિ હવે શરણે લે એજ વિનંતી.

Gujarati Poem by j.j gadhvi : 111917438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now