🖋️"એવું આપણને નહીં ફાવે"🖋️
⭐સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિમ્મત ધરાવું છું પરંતુ કોઈને સારું લગાડવા આ ખોટનું મોહતું .........એ આપણને નહિ ફાવે.
⭐સફળતાના શિખરો તો બધાને સર કરવા છે પણ એના માટે ખોટનો સહારો .......એ આપણને નહિ ફાવે.
⭐કહેવાય છે ને કે સંબંધો એ ગાડીના બે પૈડાં જેવા હોય છે પણ તેને સાચવવા હું ઘસાતો રહું અને તમે સ્તબ્ધ બનીને જોઈ રહો.......એ આપણને નહિ ફાવે.
⭐તમારા એક અવાજે હાજર થાવ એ પ્રેમ હતો મારો પરંતુ તમે તો દાસ સમજી બેઠા.......એ આપણને નહિ ફાવે.
⭐હું હંમેશા તમારી સાથે રહેવા માંગુ છું પરંતુ તેના માટે આ મીઠી મીઠી વાતોનો સહારો .......એ આપણને નહિ ફાવે.
⭐તમારા માટે ઘણું બધું વેઠ્યું છે પણ તમે ક્યારેય ગણકાર્યું નહિ છતાંય હજુ કંઈક મેળવવાની આશા રાખો.......હવે આપણને નહિ ફાવે.
⭐પૈસાની તો કોને પડી છે સાહેબ એ તો માત્ર હાથનો મેલ છે પરંતુ તમારી આ પચાવી પડવાની વૃત્તિ........એ આપણને નહિ ફાવે.
⭐મારી ભૂલો પર તમે મને વઢશો,બોલશો ચાલશે પરંતુ મારી પીઠ પાછળ કરેલી તમારી આ કડવી વાતો .........એ આપણને નહિ ફાવે.
⭐જે સારા હતા તે ચાલ્યા ગયા હવે બાકી રહેલા સાથે..........આપણને નહિ ફાવે.
⭐ મારું સાદગી ભર્યું જીવન તમને મૂર્ખતા લાગે છે પણ આ ખોટો ખોટો દેખાડો .......એ આપણને નહિ ફાવે.
⭐તમારી ઘણી બધી ભૂલો માફ કરી છે અને હવે ગુનો પણ માફ કરું .......એ આપણને નહિ ફાવે.
⭐હું જલ્દી કશું બોલતો નથી તે તમને મારું અભિમાન લાગે છે પરંતુ તમે એ મૌનનો ફાયદો ઉઠાવો. .....એ આપણને નહિ ફાવે.
⭐હું જેવો છું એવો જ રહીશ કોઈના માટે બદલાવું....એ આપણને નહિ ફાવે ........એ આપણને નહિ ફાવે.
- sagathiya kishorbhai