ઈચ્છા મૃત્યુ શક્ય છે?
આપણે જાણીએ છીએ કે મહાભારતમાં ભીષ્મ પિતામહ એટલે દેવવ્રત એટલે ગંગાપુત્ર પાસે ઈચ્છા મૃત્યુનો વરદાન હતો. જે એમને એમના પિતા તરફથી મળ્યો હતો.
આજે કેમ આ વાત કરવી છે?
જો આ ઘટનાને આપણે ધાર્મિક દૃષ્ટિથી નહીં જોઈને વૈજ્ઞાનિક દૃષ્ટિથી જોઈએ તો આપણી પાસે અનેક તર્ક મળી આવે છે જે આ ઈચ્છા મૃત્યુને આજે પણ સંભવ બાબત તરીકે સ્વીકાર કરવા વિચાર કરતા મૂકી શકે.
માણસ કેવી રીતે મૃત્યુ પામે છે?
માણસ જ્યારે શારીરિક અને માનસિક રીતે કુદરતી જીવનને ભોગવા અસક્ષમ થઈ જાય છે ત્યારે માણસ શ્વાસ લેતો બંધ થાય અને શરીર ચેતના છોડી દેતો હોય છે કે જેને આપણે મૃત્યુ કહીએ છીએ.
જીવનમાં જીવવાની અસક્ષ્મતા આવે જ્યારે
૧. શરીર કે એના ભાગ નબળા પડે
૨.શરીર કે એના ભાગ પડી ભાંગે
૩. કોક શરીરના ભાગ એક બીજા સાથે તલ મેલ નહીં બેસાડે
૪. મન કે મસ્તિષ્ક આ શરીરને પૂરતા સંદેશ નહીં આપી શકે
૫. મન આગળ જીવવા આશા છોડી દે
હવે વિચારો કે જો માણસ ઉપર મુજબની ઘટનાઓને પોતાના વર્ચસ્વમાં લઈ લે. જો વ્યક્તિ પોતાના મન અને મતિશ્કથી એ થવા જ ન દે જે શરીરને મરવા માટે પ્રેરે તો?
એટલે માણસ
૧. શરીરને કસરતથી વ્યાયામથી મજબૂત કરે
૨. મનને ધ્યાન યોગથી મજબૂત કરે
૩. આત્માને નિરાશાથી દૂર રાખે અને જીવનમાં ધ્યેય રાખે
તો માણસ પોતાના મૃત્યુને પોતાના વર્ચસ્વમાં લઈ શકે, કે જેને ઈચ્છા મૃત્યુ કહી શકો. એટલે જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી જીવે.
ભીષ્મ પાસે એમના લાંબા જીવન સુધી કે જે સદીઓ સુધી જીવ્યા ત્યારે એમની પાસે
૧. જીવવા માટે પૂરતા કારણો અને કર્તવ્ય હતા
૨. શરીર મજબૂત કરવા પૂરતું શિસ્ત હતું
૩. મન અને મસ્તિષ્કની મજબુતિમાં આજે પણ એમના ઉદાહરણ લેવાય છે.
ભીષ્મ સિવાય અનેક ઋષિ મુનિઓ સદીઓ સુધી જીવતા એવું કહેવાય છે, પણ અમુકના નામ નોંધાયા છે અમુકના નથી.
એટલે વાત એમ છે કે ઈચ્છા મૃત્યુ શક્ય બની શકે જો ઉપર મુજબના અમુક પરિબળો માણસ પોતાના વર્ચસ્વમાં લઈ શકે.
તમને શું લાગે છે?
- મહેન્દ્ર શર્મા