Gujarati Quote in Poem by Nidhi Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્ઞાન એ શું કામનું જેમાં સહજતા હોય નહિ.
છીછરું હો જ્યાં બધું એમાં ગહનતા હોય નહિ.

છે ઘણાં મોટા ભલેને ઉંમરથી હો થઈ ગયા,
તે છતાં એની સમજમાં તો સરલતા હોય નહિ.

પામવા સિધ્ધિ ભરો આકરા કદમ બે ચાર બસ,
ના મળે મંજિલ કદમમાં જો અડગતા હોય નહિ.

રાચતાં હો રાત દિ જે કેવલ ભ્રમણાં ભીતરે,
છે નકામું જે સમજમાં વાસ્તવિકતા હોય નહિ.


સ્નેહમાં તો હોય છે બસ સ્નેહ ને સંવેદના,
વ્હાલની તો વાટ પર કોઈ વિષમતા હોય નહિ.

નિધિ મહેતા 'ખુશી'
અમદાવાદ

Gujarati Poem by Nidhi Mehta : 111915979
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now