સમાધાન આપ!!
મને ખબર છે, તું રહે મારા મનમાં,
છતાં આજે સાક્ષાત્કાર આપ !
તને જોવાની, સ્પર્શવાની ઝંખના છે,
આ ઝંખનાને થોડો આરામ આપ !
વર્ષોથી આંખોમાં પ્રેમનાં વાદળો બાંધ્યા,
આ વાદળોને વરસવાનું કારણ આપ !
તારી મોરલી એ બધાને નચાવ્યા,
આજે થોભવાનો નાદ આપ !
તું દેખાય અને પછી ક્યાંય ન જાય,
આ હાથોને એવું વરદાન આપ !
તારા દેવળે દર્શન કરવા ખૂબ તરસ્યા,
હવે તારી પાસે રહેવા થોડું સ્થાન આપ !
જેના હજારો છે નામ એવા હે જગતના નાથ,
લાગણીઓને માન આપી મારા મનને સમાધાન આપ !