ફરજ મારી નિભાવુ છુ.
_________________
લગ્ન ના ચાર ફેરા ફરી , હુ સમાજ ની પરંપરા નિભાવુ છુ.
દુ;ખ મારુ અને સુખ તારૂ ,વચન આપી પત્ની ને સ્વિકારૂ છુ.

આંસુ નુ એક બિંદુ ન પડે એટલે હથેળી નીચે રાખુ છુ.,
પ્રેમ વર્ષા સદા વરસતી રહે, એવી વર્ષાઋતુ માગુ છુ.

'વહુ ઘેલો' મને ના કહેતા , હુ ફરજ મારી નિભાવુ છુ.

મા - બાપ ની આગળી પકડી હુ જીદગી આખી ચાલ્યો છુ,
ઋણ. મા -બાપ નુ , હુ કદી ન ભુલવા નો છુ.

ઇમારત આ કુટુંબ ની જે મુજ. પિતા એ બનાવી છે.,
એ મંજીલ ને હુ હવે આગળ વધારવા માંગુ છુ.

' માવડીયો ' મને ના કહેતા , હુ ફરજ મારી નિભાવુ છુ.

ત્રાજવાના બન્ને પલ્લા માં પગ રાખી , મત્સ્ય વેધ કરવાનો છૂ,
લક્ષ્ય વેધ કરતા કરતા , સંસાર ની ગાડી ચલાવવા નો છુ.


જયવંતભાઇ બગડીયા / કવિરાજ

Gujarati Poem by Jayvant Bagadia : 111913513
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now