નીરસ જીવનમાં કોઈ સાર હોતો નથી,
યાર કોયનોય કદી અમસ્તો થતો નથી.
જગાવવા ઉત્સાહ ઊજણ જોઈએ,
ઘસારાને કાંઈ કદી આધાર હોતો નથી.
વ્યક્ત થવા માટે કાંતો વેણ હોય છે ,
કહેવામાંય કદી ઈન્તજાર હોતો નથી.
ખીલતા રહેશુ લેખનથી સદાય મોરી,
અંકાતીએ શાહીમાં ખાર હોતો નથી.
મનરવ ચાલતી રહે છે કાવ્ય વાણી,
ઝરણાં વહે છે સદા બંધ હોતો નથી.
મનરવ વાણી ....તા ૯,૧,૨૦૨૪..ગઝલ