ભીતર હોય બીજુંને બહારથી જુદું બોલે માણસ.
માત્ર પૈસાનાં લઈ કાટલાં દરેક વસ્તુ તોલે માણસ.
હોય સ્વાર્થ સરતો ત્યાં લગી મિત્રતાને નિભાવતો,
ગરજ થતાં પૂરી એ આપણાં દોષો ખોલે માણસ.
આફતમાં આપ્યો હોય સહકાર એ હોય પરગજુ,
ઉપકારની વાત ન યાદ રાખે ખરે સમે ભૂલે માણસ.
કરીને ખોટાંસાચાં અઢળક સંપદાને એ કમાનારો,
ભૌતિક પદાર્થોને સુખ માની ઝૂલામાં ઝૂલે માણસ.
ખુદથી પણ હોય ખુશામત પ્યારી જેને ભલે ખોટી,
વખાણના વહેણમાં તણાઈને કેટલું એ ફૂલે માણસ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.