જૂનું વર્ષ
જૂનું વર્ષ ઘણું શીખવી ગયું,પોતાનાંને પારકા બનાવી ગયુ,
કોણ પોતાનું ,કોણ પારકું,એનો ભેદ સિખાવી ગયું.
જૂનું વર્ષ ઘણું સિખાવી ગયું.......
પ્રેમ ,લાગણી,વિરહની વેદના શુ જાણી,પોતાનું માન્યું એજ સિખાવી ગયુ..
જૂનું વર્ષ ઘણું સિખાવી ગયું.......
સમય સમયની વાત છે આ તો,પોતાના જ પારકા બનાવી ગયું..
સમય,સાથ,સંગાથને સર્વસ્વ અર્પણ હતું જેને એજ આંખ ઉઘાડી ગયું....
જૂનું વર્ષ ઘણું સિખાવી ગયું.......
સમય આવે કોઈ સાથ નિભાવતું નથી અહીં,સ્વાર્થી દુનિયા છે આ એજ જૂનું વર્ષ સિખાવી ગયું....
જૂનું વર્ષ ઘણું સિખાવી ગયું..........