https://youtu.be/9Vtic6tESd8 ">
https://youtu.be/9Vtic6tESd8 ">
https://youtu.be/9Vtic6tESd8 ">
https://youtu.be/9Vtic6tESd8
આહીરાણી મહારાસની અલૌકિક વાત/ Ahirani Maharas/ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ
https://youtu.be/9Vtic6tESd8 ">
https://youtu.be/9Vtic6tESd8 ">
https://youtu.be/9Vtic6tESd8 ">
https://youtu.be/9Vtic6tESd8
અત્યારે કદાચ આપણને આ ઘટના એટલી બધી મોટી ન પણ લાગે, પરંતુ જ્યારે આપણે પણ નહીં હોઈએ ત્યારે આ ઘટના આખા વિશ્વમાં અજરાઅમર બનવાની છે. આ ઘટના પણ ભારતને વિશ્વ ગુરુ બનાવવામાં ક્યાંક ને ક્યાંક નિમિત બનશે કારણ કે ભારત એટલે અનોખી સંસ્કૃતિ અને આ અનોખી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ આહિરાણી મહારાસે કર્યું છે. એક સમય એવો પણ આવશે કે જ્યારે આપણે ત્યાં હાજર હોવાનું અને એ ભૂમિ પર શ્વાસ લેવાનું ગૌરવ અનુભવીશું. એને ધ્યાને લઈને જ નવી પેઢી આ ઘટના શું હતી તે સમજે માટે જ આ વીડિયો બનાવ્યો છે.
આટલો સરસ કાર્યક્રમ થયા બાદ તેનું ફોલોઅપ લેવાય એ બહુ જરૂરી છે. આના માટે આહીરાણીઓનું એક સુંદર મજાનું સંગઠન બને તો આગળ જતાં ખૂબ સુંદર કામ થાય.
૧) દરેક આહીર ઘર ૨૪ ડિસેમ્બરને "મહારાસ દિવસ" તરીકે ઉજવે અને પોતાના પરિવાર સાથે આખો દિવસ રહે, મોબાઈલનો ઉપયોગ ન કરે, શક્ય હોય તો ઉપવાસ રાખે, આગલા દિવસે મૌન વ્રત પણ રાખી શકાય અને તે દિવસે બાળકોને આહીરના ઇતિહાસ સાથે જોડાયેલી કોઈપણ જગ્યાએ લઈ જઈએ અને આપણો ઇતિહાસ શીખવીએ.
૨) આ ઉપરાંત આ કાર્યક્રમને માન આપીને કોઈ પણ બે સંકલ્પ લઈએ. જેમાંથી એક સમાજ માટે હોય અને એક આપણા પોતાના માટે હોય. જેમાં વ્યસનમુક્તિથી સમાજ- સેવા સુધી ગમે તેવો સંકલ્પ લઈ શકાય.
જેમ કે મેં જે સંકલ્પો લીધા છે તે આપને ખ્યાલ આવે માટે નમ્રતાથી જણાવુ છું.
- મહારાષ્ટ્રનો સંપૂર્ણ મહિમા દર્શાવતા પાંચ વિડીયો બનાવવા.
- એ ઉપરાંત ગમે તેટલા વિડીયો થાય આહીરનો ઇતિહાસ સિરીઝ શરૂ કરવી.
- સાવરકુંડલા મુકામે રહેતા આહીર સમાજના બાળકો માટે પેલી જાન્યુઆરીથી નિશુલ્ક જીકેના વર્ગો શરૂ કરવા અને
- આહીરાણી મહારાજનું ૩૬૫ પેઇજનું એક સુંદર મજાનું પુસ્તક લખવું અને દ્વારકાધીશના ચરણોમાં આવતી ૨૪ ડિસેમ્બરે અર્પણ કરવું.
૩) આ ઉપરાંત સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિ પોતાની અટકના બદલે આહિર લખે તો ખરા અર્થમાં એકલોહિયા બની શકીએ.
૪) એ સિવાય દર વર્ષે આ દિવસે આહિર બહેનો માટે સુંદર કામ કરતા બહેનને આ દિવસે આહીરાણી એવોર્ડ આપી શકાય.
૫) દ્વારકામાં કોઈ એક જગ્યાએ આહીર મહારાસ કાયમ માટે યાદગાર બને એ માટે એક સ્મૃતિ સ્મારક પણ બનાવી શકાય.
આ ફોલોઅપની વાત જો ખરેખર યોગ્ય હોય તો આ વિડીયો આપના ઓછામાં ઓછા ૨૫ આહીર ગ્રુપમાં અને ૨૫ આહીરોને વ્યક્તિગત મોકલો જેથી કરીને આપણે આ કામ ખુબ સરળતાથી કરી શકીએ.
જય દ્વારકાધીશ જય મુરલીધર
એકલોહિયા આહીર
https://youtu.be/9Vtic6tESd8 ">
https://youtu.be/9Vtic6tESd8 ">
https://youtu.be/9Vtic6tESd8 ">
https://youtu.be/9Vtic6tESd8