શું વાત છે........!
તારા નયનોની એ નમણી રમત શું વાત છે...!
લટો નો એ વળાંક અને એની ગમ્મત શું વાત છે...!
મનગમતી મધ મીઠી આ ગુજરાતી અને એમાંય,
તારો સ્વર અને એ લહેકા ની દમક શું વાત છે....!
શરમાય જશે શશી ને કઈ ખરી પડશે તારાઓ,
દેખાય ગઈ જો તારી મલકાતી જલક શું વાત છે....!
જરૂરત શું છે વધારે પડતા શૃંગાર ની તારે બસ,
એક નાનકડી બિંદી અને હસતું ફલક શું વાત છે....!