Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃ ભારતી દ્વારા મારી બુક 'કોરોના કથાઓ' પબ્લીશ થઈ.
એક પ્રકાશકે દોઢ વર્ષ આજ કાલ કહી લબડાવ્યે રાખ્યો એમાં વાર થઈ ગઈ પણ જે થયું એ કદાચ સારું થયું.
આ બુકમાં 16 વાર્તાઓ સાથે જે સૂક્ષ્મ વાતો વણી લેવામાં આવી છે જેમ કે તે વખતે પાન મસાલા, ગ્રોસરી મળતાં ન હતાં, માસ્ક માં સામેના માણસને ઓળખી શકાતો નહીં, બહાર બિનજરૂરી લટાર મારતા દેખાઓ તો પોલીસ પકડતી, કોઈ આવે તો પહેલાં સેનીટાઈઝર ધરાતું, બે રાજ્યો વચ્ચે સરહદો સીલ થઈ ગયેલી, દવાઓ નાં કાળાબજાર થતાં, આખા એરિયા થી માંડી બે ચાર મકાન માઇક્રો કંટેનમેન્ટ થતાં, કારીગર વર્ગ ની સામૂહિક હિજરત, વાળ કાપ્યા વગરના ત્રણ ચાર મહિના, રાત્રે મહાભારત ને બપોરે રામાયણ જોઈ દિવસો કાઢવાના, પોલીસની ડ્રોન થી ચોકી, ભયંકર એકાંત, સ્મશાન બહાર લાઈનો - આ બધી દુનિયા પ્રત્યે ફરી એક દ્રષ્ટિપાત પણ હળવી વાર્તાઓ દ્વારા.
મેં ન લખી હોત તો પણ ચોક્કસ વાંચવી પડે એમ રિવ્યુમાં કહેત.
ક્યાંય બીજું આવું લખાયું જોયું નથી.
તો આ 16 કથાઓ જેનાં કથાબીજ સાચાં અને આપણે જાણીએ છીએ એ વાતોનાં પણ એનો આધાર લઈ કોઈક રમુજી તો કોઈ હ્રદય હચમચાવી દે તેવી વાતોનો સંગ્રહ.
માત્ર કોંગ્રેચ્યુલેશન ન કહેતાં જરૂર ખરીદો. એક ખૂબ સરસ કૃતિ વાંચી એમ જરૂર કહેશો એની ખાતરી છે.
એ દુનિયામાં ફરી એક ડોકિયું કરી ફરી નવા સંજોગોમાં એ જિંદગી ફરીથી ન આવે એની સાવચેતી માટે એ વખતે શું હતું તે ભૂલી ન જઈએ માટે પણ આ વાર્તા સંગ્રહ આજે વાંચવો જરૂરી.
માતૃભારતીએ બુક ઓનલાઇન જ મૂકી છે. ખરીદવાની લીંક નીચે છે.
જરૂર ખરીદો.
https://www.amazon.in/dp/9391584454?ref=myi_title_dp

Gujarati Blog by SUNIL ANJARIA : 111910097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now