ગઝલ
રાખી નજરમાં ભેજ એ અવસર વિશે લખો,
ધૂળે ભરેલ શેરીના એ ઘર વિશે લખો
છૂટે કદી જો ફૂલનું વર્ણન ભલે છૂટે,
પણ, કુંપળો જ્યાંથી ફૂટી પથ્થર વિશે લખો
આંસું તમારાં જાણશું ને જોખશું પછી,
પ્હેલાં મળેલા દોસ્તના ખંજર વિશે લખો.
લાંબા થયેલા પગને તો જાણી જવાનાં સૌ
ટુંકી પડી'તી કેમ એ ચાદર વિશે લખો
આ ફોન-ટાવર-શ્હેર-સડક રાત'દી હશે,
ફૂરસત મળે તો ગામના પાદર વિશે લખો !
પરબતકુમાર નાયી
-Dr.Sharadkumar K Trivedi