#Imagination
સાથ - એક વિચાર

સ્વપ્નમાં હું, પરિવાર સફરમાં
છૂટ્યો હાથ જાણે કઈ પળમાં.
છૂટી પડી ગઈ હું વેરાન રણમાં
આનંદ કર્યો ભૂલાયો વિપળમાં

ન કોઈ દેખાય હું છું સાવ એકલી
આંખે આંસુ અને હૈયે ફાળ પડી
ભટકી હું ઈશુને ફરી ફરીને સ્મરી
અચંબિત હું સ્વર્ગસ્થ પિતા દેખી

મારો હાથ સ્હેજીને લઈ ગયા
સફરની કેડી પર એ દોરી ગયા
શ્વસુર મળી ગયા થોડું ચાલતાં
હરખી બંનેના આશીષ મળતાં

અનંતવાટે જે ગયા'તાં સ્વજનો,
મિત્રો આવીને સન્મુખ મળ્યા.
દ્વાર મળ્યું આગળ થોડું ચાલતા
સ્વપ્ન પૂરું થયું કૃષ્ણદર્શન થતાં

"અનામિકા"

Gujarati Thought by Sangita Soni ’Anamika’ : 111906999
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now