માંગુ છું ઉધાર જરા તમારી પાસે થી કાજળ હું..
પણ શરત તું ના રાખતી તારી અણિયાળી આંખોની
માંગુ છું ઉધાર જરા તમારી પાસે ગુલાબી પાંખડીઓ..
પણ શરત તું ના રાખતી તારા ગુલાબી હોઠોની..
માંગુ છુ ઉધાર જરા તમારી પાસે હરણી ચાલની હું..
પણ શરત તું ના રાખતી તારી આ લચકતી કમરની...
માંગુ છું ઉધાર જરા તમારા આ ભમ્મરિયા કાળા કેશ
પણ શરત ના રાખતી એ લહેરાતા પવનમાં તારા કેશની..
ચૌહાણ ભરતસિંહ 'ઢીંગલી'