તેઓ વિકાસના નામે બેફામ જનતાને લૂંટે છે,
બસ હવે ન બોલતા પુલ કેમ રાજ્યમાં તૂટે છે.
ટેન્ડર પહેલા એ આવે કે કોને કેટલા મળે છે,
ને જે વધારે ફંડ આપે તે લોકોને જ તો ચૂંટે છે.
અનેક પુલ ધરસાય ગયા, ભ્રષ્ટ મહેલો બન્યા,
ઈમાનદારીની જીભ આજકાલ નેતાના બુટે છે.
પડે એક પુલ જેમાં બે ચાર કોન્ટ્રાકટર પણ મરે,
ત્યારે ખબર પડે એમને સિમેન્ટ કેટલો ખૂટે છે.
તપાસ ના આદેશ ત્વરિત છૂટે છે ગાંધીનગરથી,
સઘળા તપાસનીશો પણ તપાસમાં શૂન્ય ઘુટે છે.
લોકશાહીને ભ્રષ્ટશાહી બનાવી દીધો છે તેમને,
પછી કહો છો મને મનોજ બગાવત કેમ ફૂટે છે.
મનોજ સંતોકી માનસ