ચાલ આજે સમજવાનો પ્રયત્ન કરીએ, હું અને તું કંઈક અલગ વાત કરીયે.
જે નથી મળવાનું એની વાત ના કરીએ, સાથે મળીને આગળ વધવાનો પ્રયાસ કરીએ.
મનુષ્યની આકૃતિ નહીં પણ પ્રકૃતિને જોઈએ, હું અને તું નવો નજરીઓ સમજીએ.
આ ભપકાવાળા સમયને છોડીને સાદગી નો સાથ પકડીએ ,સાથે મળીને સાચા રસ્તા તરફ પગ માંડીએ .
રોજ બદલાતા ચહેરાઓ ની ચાલ સમજીએ મીઠી વાતો નો, નહીં પણ હકીકતનો વિશ્વાસ કરીએ.
ચાલ આજે સમજવાનો પ્રયત્ન કરીએ, હું અને તું કંઈક અલગ વાત કરીએ. :- Nidhi ✨🦋♥️