પ્રેમનો ઉત્સવ
હું અને તું બે મળીયે, એ પ્રેમનો ઉત્સવ,
આંખથી આંખ મળે, એ પ્રેમનો ઉત્સવ.
અંદર બહાર જીવન, આખું ઉજ્જડ વેરાન,
રણમાં તારી પગલી પડે, એ પ્રેમનો ઉત્સવ.
મારા જીવતરની પાટિ છે, સાવ કોરી કંગાળ,
તારા રંગમાં રંગાવા મળે, એ પ્રેમનો ઉત્સવ.
જીંદગી મારી નીરસ, અધૂરી ખાલી ખોખલી,
તારા રસ તણી બુંદ મળે, એ પ્રેમનો ઉત્સવ.
લખું છું હું તારા માટે, પણ કહી નથી શકતો,
શબ્દોમાં નજર તારી પડે, એ પ્રેમનો ઉત્સવ.
ચારેબાજુથી જીવન, જ્વાળાઓ જલાવતી,
તારો હુંફાળો સ્પર્શ મળે, એ પ્રેમનો ઉત્સવ.