તૂટ્યું જ નથી જે કદી એ હૃદય નથી
તૂટ્યો જ નથી જે કદી એ ખ્વાબ નથી
મે પૂછ્યું કે ક્યાં હતા ગઈ કાલે તમે
મારા સવાલનો એની પાસે જવાબ નથી
નહિતર એની સરકાર ન હોત
સારું છે ભાજપનું ચિહ્ન ગુલાબ નથી
નહિતર એ વાંચીને ડિગ્રી મેળવી લેત
સારું છે પ્રેમ પાસે કિતાબ નથી
અવગણો મા મારી રચના તમે
મારા અક્ષર એટલાય ખરાબ નથી
તેમ છતાં વાંચતા નશો ચડે છે
'અમી'ની કોઈ રચનામાં શરાબ નથી
- અમી