Gujarati Quote in Story by ડો. માધવી ઠાકર

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન એક સફર

ફરી એજ ઉકળાટ ઓકટોમ્બર મહિનામાં ઉનાળાની ગરમીનો અનુભવ મારા ચહેરા સાવ દેખાતો હતો . લગભગ ૧૫ મીનીટથી ટ્રેનની રાહ જોઈ રહી હતી. મારી આંખો દુર દુર સુધી ટ્રેનની શોધતી હતી. દુરથી અવાજ આવવા લાગ્યો જાણે તરસ્યાને કોઈકે ઠડું પાણી આપ્યું એવો તો અનુભવ થયો. ઘરે પહોચવાની રાહ માં એક એક મીનીટ વષોઁ લાગતી . ટ્રેન ધીરે ધીરે પ્લેટફોઁમ પર પહોચવા લાગી સાથે સાથે મારી નજર બારી પર જગ્યા શોધવા લાગી . આખરે બીજી ડબ્બામાં બારી પર શીટ મળી . બારીની શીટ એટલે ગમતી કે શાતિંથી ગીત સભળાઈ થોડું ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ કે પ્રિતિલીપી પર કઈક સારું વાચી શકાય . રોજ એક જ રસ્તેથી પસાર થઈએ એટલે આજુબાજુનું વાતાવરણ પોતિકું લાગે એના દરેક સ્ટેશન પર ઉતરતા ચઢતા લોકો ને જોવાના એમને અવલોકન કરવું ગમતું. કયારે નાનું બાળક ચોકલેટ માટે જીદ કરતું તો કયારેક પતિ પત્ની ની હળવા ઝઘડા જોવા મળતા તો તયારે દાદા બાનો આ ઉંમરં જોવા મળતો પ્રેમ .

હું મારી શીટ પર બેસવા જ જાતી હતી ત્યા સામેની શીટ પર એક બેગ હતું . એ બેગ પણ મેલું . મારી શીટ પાસે પગરખા પડ્યા હતા એ પણ તુતેટા કયાક દોરી બાઘેલી . થોડીવાર વિચાર આવ્યો

આ કોણી બેગ હશે ?

ધીરેથી હુ એ ચંપલ થોડા દુર કરીને બેસી ગઈ .

ટ્રેન આગળ વઘવા લાગી . એક સ્ટેશન આવી ગયું પણ એ શીટ પર બેસવા કોઈના આવ્યું .

થોડી વાર પછી એક ભાઈ આવ્યા . પોતાનું બેગ અને ચંપલ પહેરીને જતા રહ્યા . એ ભાઈએ સાવ મેલા કપડા પહેયાઁ હતા વાળ પણ વેરવીખેર હતા . મારા મનમાં વિચાર આવ્યો એ ભાઈ પોતાની જગ્યા પર કેમ ના બેઠા ?

હું એમની પાછળ જવા લાગી .એટલામાં પાછળથી અવાજ આવ્યો મેડમ . હું ત્યાથી પાછી વળી ગઈ . એ વાત માટે હું કયારે બે ધ્યાન થઈ ગઈ એનું મને ભાન ના રહયું . રોજ અબડાઉન માં સાથે બધા આવતા એટલે ક્યારે મસ્તી તો ક્યારે વાતની મજા માણતા.

લગભગ 15 મિનિટ પસાર થઈ .અને મારી સ્ટેશન આવી ગયું. ઉતરતી વખતે બારણાં પાસે એક કાકા મળ્યા. એ પણ સાવ મેલા કપડાં પહેરેલાં હતાં.બેગ પણ તૂટેલું અને મેલું . ઉંમર લગભગ ૬૦ હશે. શરીર થોડું કમજોર લાગતું .

ટ્રેન માં જગ્યા હોવા છતાં એ સાઇડ પર ઊભા હતા . ઉતરતી વખતે એ એમને રસ્તો આપી શકે એમ વિચારીને એ નીચે ઉતરી ગયા.હું એ એમની સાથે વાત કરવાની કોશિશ કરી પણ ન એમને સામે જોયું કે વાત કરી એમના એટલો આત્મવિશ્વાસ પણ નહોતો કે સામે જોઈએ શકે કે વાત કરી શકે.

આ વાત ની સાથે જ મને પેલા ભાઈ ને વાત યાદ આવી.હું દોડીને એ આગળ ના ડબ્બા માં ગઈ પણ એ રસ્તા માં ઉતરી ગયા હશે.

આ પ્રસંગ સાથે હું મારા મન માં એ વાત લઈ જે આવી કે આપણે આપણા સમાજ માં અમીરી અને ગરીબી નું ભેદ નાશ કેમ ના કરી શકીએ.

“અમીરી જ્ઞાનથી મપાય અને સજ્જનતા કમઁથી “

"કરુણા વાદી હોવું અને લાગણીશીલ હોવું એ મનુષ્યના ગુણ છે"

એ દિવસ પછી જ્યાં મને આ અંતર દેખાય છે એ પૂર્ણ કરવા પ્રયાસ કરું છું.

- ડો. માધવી ઠાકર ✍️

Gujarati Story by ડો. માધવી ઠાકર : 111899671
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now