એકલીઅટૂલી ધૂળ ખાતી બેઠી ગામના પાદરે.
મારી દુર્દશાને વાગોળતી બેઠી ગામના પાદરે.
એકદા છલકાતી, હરખાતી, મદમાતી, ઊભરાતી,
શું થયું એકાએક વિચારતી બેઠી ગામના પાદરે.
દેહ મારો થયો જીર્ણ, ક્ષીણને રંગ પણ ઝાંખો,
રળ્યાખળ્યા પત્રો સાચવતી બેઠી ગામના પાદરે.
થઈ અવદશા મારી મોબાઈલનું આગમન થતાં,
વીતેલા દિવસોને સંભારતી બેઠી ગામના પાદરે.
માન વિનાનું જીવવું કેટલું આંકરું એ હું જ જાણું,
જીવનના આખરીદિન ગણતી બેઠી ગામના પાદરે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.