" ભલા શું થશે? "
( ગઝલ )
ખરેખર, થશે મને પ્રેમ તો ભલા શું થશે?
અગર આવડે ન જો ગેમ તો ભલા શું થશે?
ઘણો એકલો પડી જાય છે અમારાથી તો;
મને પૂછશે બધા કેમ? તો ભલા શું થશે?
ઉત્તર બંધ બેસતો આપતો નથી પૂછતા;
પડે વાતનો જુઓ વ્હેમ તો ભલા શું થશે?
બની જાઉં છું હું બેચેન એમને જોઇને;
રહેતો નથી કુશળક્ષેમ તો ભલા શું થશે?
બધી લાગણી વહીને જશે તમારા તરફ;
અરે! ક્યાંક ફાટશે ડેમ તો ભલા શું થશે?
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = (લગાગા+લગા)×૦૩