1947ના અંતમાં પુના ખાતે એક માણસ મો. ક. ગાંધીના અંગત તબીબ ડૉ દિનશાની ક્લિનીકમાં આવ્યો તે એક કરંડીયો સાથે લાવ્યો હતો અને કહ્યું કે અમાં બાપુ માટે ફળ લાવ્યો છું.
સાંજે કરંડીયો ખોલ્યો તો અંદર જુના જુતાં નીકળ્યા.
ગાંધીજીએ મલકાઈ અને તે જુતાં બજારમાં જઈ વેચી આવવા કહ્યું. ગાંધીજીના પુત્ર મણીલાલની દસ વષૅની દિકરી તે તમામ જુતાં ચાર રૂપીયામાં વેચી આવી. ગાંધીજીએ તે રુપીયા હરિજન ફંડમાં નખાવી દીધા.
બીજે દિવસે પ્રાથૅના સભામાં બાપુએ કરંડીયા અને ચાર રૂ.ની વાત કરી. ત્યારે તે માણસ પણ ત્યાં મોજુદ હતો જેણેે તે ચાર રુ. મારા છે કહી સભામાં ધમાલ કરી.
દસ મીનીટના પ્રયત્ન પછી પણ તે માણસ કાબુમાં ન આવતાં શાંતીથી બેસી રહેલા સરદાર ઉભા થયા અને તે માણસ તરફ આગળ વધ્યા..
પરિસ્થિતી પામી અને તે માણસ બુમો પાડતો પાડતો ત્યાંથી તરત જતો રહ્યો..
30 જાન્યુઆરી 1948ની સાંજે ગાંધીજીની હત્યા થઈ.. ગૃહમંત્રી સરદારે જ્યારે હત્યારા ને જોયો... જોતામાં જ ચોંકી ગયા..
આ તો પેલો જુતાનો કરંડીઓ આપી જનારો માણસ.. જેનું નામ હતું નથ્થુરામ ગોડસે..
- ચંદ્રકાન્ત બક્ષી (મહાત્મા અને ગાંધી)