" કંઇક છું "
( ગઝલ )
વાત ચારે કોર છે.
કોઇ પાગલ મોર છે.
ભૂલતો ના પ્રેમને;
આજ એનો દોર છે.
ક્યાંય બીજે મન નથી;
ચિત તો તારી ઑર છે.
હું પડ્યો જો પ્રેમમાં;
આટલો કાં શોર છે.
કંઇક છું એ વાતનો;
બહુ તને તો તોર છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : ગાલગાગા+ગાલગા