Gujarati Quote in Blog by Divya Modh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાછલા કેટલાક દિવસથી એક વાક્ય રીપીટ મોડ પર સાંભળવા મળી રહ્યું છે "પ્રેમ કરીએ તેની સાથે લગ્ન થાય જ એવું જરૂરી થોડી છે?"આ એક વાક્ય પાછલા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા પર સાંભળવા મળી રહ્યું છે.આને ત્યાગ કહેવો કે છટકબારી એ મને નથી સમજાતું.આજના મોટાભાગના લોકો,આ પરિસ્થતિ માંથી પસાર થઈ ગયા હશે એટલે એ તમામ લોકો આ વાક્ય સાથે સહમત હશે જ કે પ્રેમ લાગણી છે અહેસાસ છે તેના માટે સાથે રહેવું કે લગ્ન કરવા એ જરૂરી નથી જ.તમે જેને પ્રેમ કરતા હોય એની સાથે લગ્ન ન થવાથી બંનેનો પ્રેમ સાચો ન હતો એવું સાબિત નથી થતું.બંનેના મનમાં એકબીજા માટેનો પ્રેમ હમેશા અકબંધ જ રહેવાનો કારણ કે એ લાગણી છે અને લાગણી ક્યારેય મરતી નથી એ મીઠી કે કડવી યાદ બનીને હમેશા સાથે રહેતી હોય છે.



આ વાત એક રીતે સાચી પણ છે.પરિસ્થતિ પર કોઈનું જોર ના ચાલે લગ્ન કરવાની ઈચ્છા હોય પરંતુ મોડર્ન યુગમાં પૈસા,ધર્મ, સમાજ બધા આગળ હાર મળે અને લગ્ન ન કરી શકાય તો એનો મતલબ એવો નથી કે પ્રેમ નહોતો. પણ આ વાક્ય આજકાલ જેટલી સરળતાથી બોલાય રહ્યું છે એ જોતા આ વાક્યમાં ત્યાગ ઓછો અને છટકબારી જેવો ભાવ વધુ હોય એવું માને લાગી રહ્યું છે.સંબંધ શરૂ થતા પહેલા જ મનમાં એક વાત નક્કી કરીને રાખવામાં આવે કે લગ્ન ન થાય તો પણ વાંધો નહિ.શું આ ખોટું ન કહેવાય?દરેક વ્યક્તિને ખબર જ હોય કે પરિવાર એટલી સરળતાથી એકવારમાં નહિ જ માને એ સ્થતિમાં માત્ર એક બે પ્રયત્નો પછી હાર માની લેવી એ ખોટું નથી?



આજકાલ આ વાક્ય ખોટી રીતે પણ વપરાય સામેવાળી વ્યક્તિ નો ઈરાદો જ ન હોય લગ્ન કરવાનો એ છોકરી હોય કે છોકરો ઘરે વાત કર્યા વિના જ એમ કહી દે કે પરિવાર નહિ માને એવું પણ બને.લગ્ન થવા ન થવા એ પછીની વાત છે પરંતુ કોઈ કારણ વિના કે ગમતા વ્યક્તિ માટે લડ્યા વિના જ એવું કહેવું કે પ્રેમ કરતા હોય એની સાથે લગ્ન થાય જ એવું જરૂરી  નથી આ શું ખોટું નથી?



શ્રીકૃષ્ણ અને રાધાનું ઉદહરણ આપી વાક્યની સત્યતા સાબિત કરવા પ્રયત્ન ન કરવો.



-divyamodh (diya's poetry)

Gujarati Blog by Divya Modh : 111897851
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now