બોલો, તમે કોઈ સ્નેહમાં ખુદને કદી ખોયાં છે?
બોલો, તમે કોઈને ઈશ્વર સમકક્ષ જોયાં છે?
આમ તમે ખૂબ ચતુર-સુજાણ ગણાતાં હોવ ને,
બોલો, અકારણ કોઈ પર મનના ભાવો મોહ્યાં છે?
હા, ચોક્કસ! નિર્ભેળ, નિશ્ચ્છલ પ્રેમ ગુનો હોતો હશે!
બોલો તમે એ અપરાધભાવને આંસુથી ધોયાં છે?
વિરહ 'ઝંખના' પહોચી જાય, પરાકાષ્ઠાએ તે પછી,
મંદિરે માથું ટેકવી 'મીરાં', નયન તમારા રોયાં છે?..
જાગૃતિ 'ઝંખના મીરાં'..