'હું જયારે જઉં ત્યારે '
તારા સતરંગી સપનાને સાકાર કરી ને જઉ,
મારી મોરપીચછ ની પીંછી તને સોપીને હું જઉ.
આ સંસારની આંટીઘૂંટી તને સમજાવીને જઉ,
હસતા મોઢે હારજીત ને સહેતા શીખવી જઉ.
હસી મજાક ને ઠઠઠા મશ્કરી ની યાદો મુકી જઉ,
ધ્રુવ નો તારો જોતાં જોતાં ધ્રુવ બનીને જઉ.
ચાલ હવે સાંજ પડી લાગ્યો છે મને થાક,
ગોધુલીથી તિલક કરીને હરિને ભજતા જઉ.
તારા ચહેરા પર એક સ્મિત મુકીને જઉ,
તારા હ્રદય ને મારી ઉષ્મા સોંપીને હું જઉ.
સૌ. અમી કર્દમ યાજ્ઞિક
વડોદરા.