ઇજ્જતનો સવાલ છે આ શબ્દોથી દરેક લોકો પ્રભાવી છે કારણ કે આ શબ્દો વારંવાર સંભળાવવામાં આવે છે. જ્યારે કોઈપણ વ્યક્તિ નિયમોની વિરોધ કામ કરે, ત્યારે તરત જ ઘરના અને સમાજના લોકો તોડતા વાર નથી લગાડતા અને તરત જ કહી દે છે એને ઈજ્જતની કોઈ પડી જ નથી.
ગામડામાં અને શહેરમાં બંને જગ્યાએ આ વિચારસરણી રહેલી છે. દીકરો હોય કે દીકરી બંને પક્ષે પ્રતિબંધ સરખા નથી હોતા. દીકરીને સમાજમાં અમુક નિયમોને આધીન થઈને જીવવા માટે દબાણ કરાય છે પણ દીકરા માટે કોઈ નિયમ નહિ. ખબર નહિ આ સામજિક દ્રષ્ટિકોણ ક્યારે બદલાશે.
દીકરીને ડોક્ટર લાઈનમાં સફળતા મેળવી હોય ત્યારે, જ્યારે એને વિદેશ મોકલવાનું હોય. એક શહેરમાંથી બીજા શહેરમાં મોકલવાની હોય, ત્યારે પણ સમાજના લોકો શું કહેશે? એ ડરમાં તેઓ વિદેશ મોકલતા પણ ડરે છે. દેશમાં એક દીકરીને ન મોકલાય લોકો શું કહેશે ઘણા લોકો મોકલે છે એનો એની વાત નથી પરંતુ સો ટકામાં દસ ટકા લોકો એવા છે કે પોતાની દીકરીને એકલા વિદેશ મોકલવામાં ખચકાતા નથી.
છોકરા માટે અને છોકરી માટે ઘણી રીતે પહેરવેશમાં પણ નિયમ હોય છે, ત્યારે છોકરી એ પોતાનો મનગમતો પોશાક પહેરી લીધો હોય અને બહાર નીકળી હોય તો તરત જ આજુબાજુના લોકો ગુસપુસ ચાલુ કરવામાં વાર નથી લાગાડતા. અને કહેવા લાગે, આ ઉંમરે તો આવા કપડાં પહેરાતાં હશે. અને ઘરમાં આવે ત્યારે કુટુંબવાળા કહે દીકરી થઇને આ રીતે ક્યાંય ના જવાય. આપણી ઈજ્જતનો સવાલ છે. લોકો આપણને શું સમજશે! ખરેખર આ જ વિચારો આપણા સમાજના છે.
મને પણ ખરેખર થાય છે, બધા લોકો આઝાદ થયા છે પણ મનથી ક્યારે આઝાદ થયા નથી. દેશે આઝાદી તો મેળવી લીધી પરંતુ મનની આઝાદી મેળવવામાં વર્ષો લાગી જાય એમ લાગે છે. આઝાદીની વાતો કરતા થયા છે, પરંતુ જીવનશૈલીનું વાતાવરણ તો હજુ એ જૂના દ્રષ્ટિકોણમાં જ છે. જ્યારે કોઈ છોકરી છોકરા સાથે બાઈક પર બેસીને વાતો કરતી હોય એમાં શું થઈ ગયું. પરંતુ જ્યારે લોકોને કોઈ મોકો મળે ત્યારે ઈજ્જતની પરવા નથી એવી વાતો કરતા થાકતા નથી. એતો જાણો શું સત્ય છે. ક્યારેક એનો ભાઈ કે કાકા પણ હોય, નજરે જોયું પણ ખોટું હોય છે. અને મુક્તપણે જીવવું એ પણ એમની આઝાદી છે તો શા માટે કોઈની આઝાદીને છીનવી લેવી. હંમેશા દરેકને મુક્તપણે જીવવાનો અધિકાર છે એમની જીવનશૈલીને જે દિશા તરફ લઈને જીવવું હોય એવી રીતે જીવવાનો પણ અધિકાર છે.