ભલે સતાવે બહુ, એ તો જીંદગી છે,
હોય ભલે પ્રવાસ અઘરો, એ તો જીંદગી છે.
દુઃખ ને સુખ ની જેમ ઉજવવાની કળા શીખી લીધી,
તોયે હજી જીવવાની આશ, એ તો જીંદગી છે.
દૂર થી દેખાયા તે બધા ઝાંઝવાનાં જળ હતા,
છતાં દોડતો રહ્યો સદા, એ તો જીંદગી છે.
મંઝિલ ઘણી દૂર છે પહોંચાસે નહિ ખબર હતી,
તોયે પ્રયત્નો કરતો રહ્યો , એ તો જીંદગી છે.
અમાસ જેવી રાત નો અંધકાર નો આભાસ હતો,
છતાં હતી ઉજાસ ની રાહ, એ તો જીંદગી છે.
મને જાણ છે કે મૃત્યુ તો નિશ્ચિત સત્ય છે,
તોયે જીવવાની પ્યાસ છે, એ તો જીંદગી છે.
ઈશ્વર પણ નથી સાંભળતો હવે મારી વ્યથા,
છતાં 'રમેશ' મંદિરે પહોંચી જવાય છે, એ તો જીંદગી છે.
-રમેશ શર્મા
- 18/09/2023