અમસ્તા અમસ્તા
મળી જાય કારણ અમસ્તા અમસ્તા,
નકારો નહીં ગણ અમસ્તા અમસ્તા.
વચન આપવાનું જરૂરી ન લાગ્યું?
કદી કાઢ તારણ અમસ્તા અમસ્તા,
હવે ફેંસલો કર વિચારીને આગળ,
પછી નાખ જે ચણ અમસ્તા અમસ્તા.
મહેંકી ઉઠે બાગ ફોરમ થકી ત્યાં,
છલોછલ હશે જણ અમસ્તા અમસ્તા.
હવે દાન દેખાવ માટે જ કરશે?
કદી આપ ને કણ અમસ્તા અમસ્તા.
અહંકાર તારો નડે કાયમી તો,
અહંકાર ને હણ અમસ્તા અમસ્તા.
લખી કાઢવો એકડો છે સહેલો,
અહીંયા ફરી ભણ અમસ્તા અમસ્તા.©
લગાગા લગાગા લગાગા લગાગા.
"કાજલ"
કિરણ પિયુષ શાહ