હું બપોરે કૉલેજએથી પાછી આવી તો સૌ કોઈ હડબડીમાં આમ ભાગી રહ્યા હતા. અંદર પ્રવેશ કર્યો તો બહુ ભીડ હતી ને ડોકું જાકીને જોયું તો કોઈકએ ઉપર નીચે કૂદીને આત્મહત્યા કરી હતી. સૌ કોઈ પોતાના મંતવ્ય આપતા હતા, "બહુ સારી છોકરી હતી, હોશિયાર હતી, જોશીલી હતી, બધા ગુણો હતા તેનામાં." મને શું ફરક પડે તેનાથી..... હું તો બસ તેનો ચેહરો જોઈ હેરાન થઇ ગઈ કે આ બધા મારાં વખાણ કરી રહ્યા છે. થોડા પેહલા જ આ વખાણ કર્યા હોત તો યાર!
~પ્રિયા તલાટી
લોકોનો એક ભાગ હોય છે જિંદગીમાં જયારે આપડે જીવતા હોઈએ ત્યારે તાના મારવામાં અને મરી જઈએ ત્યારે ગુણગાન ગાવામાં.. કોઈની વાત માનીને આપણે કોઈ નિર્ણય ના લેવો જોઈએ નહિ તો આ વાર્તાની જેમ અંત થશે. હંમેશા દિલ કહે એમ જ કરો અને દિમાગ પર કોઈને ભારે ના લો તો ખુશીનો અંત આવશે. કમ સે કમ આ દુનિયામાંથી કંઈક કર્યું છે એ ખુશી સાથે વિદા થઈશું. Don't loss your hope 👍👍#zindgi
~priya talati
સબસ્ક્રાઇબ કરો મારી યુ ટ્યૂબ ચેનલ ને - પ્રિયા તલાટી /priyatalati
insta id - priyatalatii & priya_storytell