આંજણ નથી
આંખમાં આંજયું કદી આંજણ નથી,
ને નજરમાં ત્યાં ભળ્યું કામણ નથી.
જીવ પ્યાસો હોઠ ઉપર નામ એક,
ને તરસ અનહદ છતાં કારણ નથી.
એ પરિક્ષા પાસ કરવી જોઈએ,
મન ઉપર કંઈ હવે ભારણ નથી.
કર મહેનત આવ આગળ તું પછી,
વાતમાં સાચે હવે ધારણ નથી.
છે અધૂરી એક વાર્તા પૂરી કર,
આવશે નાયક હવે તારણ નથી.
આંખમાં સપનું સમાયેલું પછી,
હ્રદયમાં નાનુંય એવું રણ નથી.
રામ નામે આજ પથ્થર પણ તરે,
જીવતો મનના ખુણે રાવણ નથી?
ગાલગાગા ગાલગાગા ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ