Gujarati Quote in Quotes by Hamir khistariya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિ શ્રી દાદ ની ખુબ સરસ રચના..

નહીં ઓછું વધુ કંઈ લઉં,
પ્રભુ તું આપે એટલું લઉં'.
'મોંઘા હોય તો ય મોતી ખવાય નહીં
ખાય સૌ બાજરો ને ઘઉં,
મિલના માલિકથી તાકા પે'રાય નહીં સવા ગજ પ્હેરે સૌ,
પ્રભુ તું આપે એટલું લઉં'..
'સમંદર પીધે પ્યાસ બુઝે નહીં
અપચો થઈ જાય બઉ,
મીઠડું નાનું ઝરણું મળે તો અમૃત ઘુંટડા લઉં,
પ્રભુ તું આપે એટલું લઉં'...
'ઘરના ગોખમાં પ્રભુ મળે તો હાલું શીદ ગાઉ ના ગાઉ,
"દાદ" કહે પ્રભુ તારી દુનિયામાં તું રાખે તેમ રહું પ્રભુ તું આપે એટલું લઉં'...

Gujarati Quotes by Hamir khistariya : 111895140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now