Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભરમ

આજ સ્વીકાર કર પ્રેમનો એ ભરમ,
એ કબૂલાતમાં આવતી'તી શરમ?

કોણ છે ધારણા સહેલી લાગતી,
ઈશ્ક ઈશ્વર બની જાય ત્યારે પરમ,

ધ્યાન પણ રાખવાનું જરૂરી હતું,
હાથની એ લકીરે મળ્યો'તો ધરમ.

આખરી છે સફર પુણ્ય ભેગું કરી,
પાપભીરું બની જીવવું છે કરમ.

યાદ રાખી હતી વાત એની અહીં,
માનવીએ સ્વભાવે રહેવું નરમ.

જ્ઞાન વાર્તા ઘણી સાંભળી આપણે,
આખરી વાતનો જાણજો છે મરમ.

હાથ જોડી અહીં બોલશે માફ કર,
ભૂલ પાછી કરી એજ કરશે ગરમ.
ગાલગા ગાલગા ગાલગા ગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111894884
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now