Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ લખી

આખીય રાત જાગી સવારે ગઝલ લખી,
ક્યારેક ખાસ કોઈ ઈશારે ગઝલ લખી.

જાણી શકું ઝુકાવ તમારો કદીક તો,
થાકી ગયેલ મનના વિચારે ગઝલ લખી.

મોંઘુ પડેલ સ્નેહ જતાવી અલગ થવું,
હૈયું દળાય એમ દરારે ગઝલ લખી.

ઢાળી નજર રિવાજ ગણાવી શકો તમે.
મિત્રા કહીશ આજ વધારે ગઝલ લખી.

ધારી અસર પડેલ તમારી સખા અહી,
વાર્તા કરેલ ખાસ નજારે ગઝલ લખી. ©
ગાગાલ ગાલ ગાલ લગાગા લગા લગા

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111894735
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now