છે
વ્હાલનો વરસાદ વરસે jack છે.
આંખમાં એણે ભર્યું પણ lake છે.
એ જ ગમવાનો શરૂઆતી સમય,
પ્રેમની અફવા ઉડી એ fake છે.
હાથ ઝાલી ચાલવું કાયમ ગમે,
ખાસ મળતો'તો સમય એ pack છે.
લાગણીઓ આજ નવરી પણ પડે,
ને મળીએ પણ ગળે ત્યાં back છે.
ચાંદલિયો આજ ડોકિયાં કરે,
કેમ તું સૂતો નથી ને wake છે.
ખૂબ શુભેચ્છા મળી સૌની અને,
સાથમાં લાવે મજાની cake છે.
આજ અઢળક આવશે સંદેશ ને,
ત્યાં જ મોબાઈલ થાતો hack છે.©
ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ