હું શિક્ષક છું ક્ષણને પણ સમજુ છું,
ને બાળકની સાથે સાથે ક્યારેક રડું છું...
કાલીઘેલી ભાષાને પણ સમજુ છું,
જો મુંજાય મારો બાળરુપી ભગવાન
તો એને હૈયે ઉતરીને વંદુ છું......
વાત વાતમાં રમૂજ કરે ને ઘડીક આભલે
ઉડાન ભરે......
પાછો એને ઘડીક રમૂજ કરાવીને
વિષયવસ્તુમાં પારોવું છું......
હાસ્ય રુદનને સરભર કરીને સફળતાની
પ્રતિકૃતિ કંડારું છું......
હું શિક્ષક છું હું બાળક બનીને જ
સદાયે જીવું છું.....
જિંદગી ની "યાદ"