" કારણ મળ્યું "
( ગઝલ )
દિલ ધડકવાનું જુઓ કારણ મળ્યું.
યાદ થઇને આવતું કો' જણ મળ્યું.
સાસરે બોલો મળ્યા છે પિયરિયા;
ખીલવું હતું ફૂલને ફાગણ મળ્યું.
બાગની ફોરમ બધીય અહીં વળી;
એમના પગરવકેરું આંગણ મળ્યું.
આયને આજે અચાનક જોયું તો;
કે નજર આગળ મને સાજણ મળ્યું.
યાદ કરતાં રોઇ ઉઠયા શું થયું?
આંખમાં એનું મને તારણ મળ્યું.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા×૦૨+ગાલગા