એ 'ના' કહીને છૂટી ગયા..!
એ રીતે એ છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને મે ગણી લીધો છે વહાલમાં
સારુ છે એની સાથે કશી ગુફતગુ નથી,
નહીંતર હું કશી ભૂલ કરત બોલ-ચાલમાં.
મૂજ પર સિતમ કરી ગયા મારી ગઝલનાં શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ 'ના' કહીને સહેજમાં છૂટી ગયા 'મરીઝ',
કરવી ના જોઈતી હતી ઉતાવળ સવાલમાં.