Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

......કડવું, પણ સત્ય

સત્ય છે કે, જેમને જેટલી જરૂરત છે;
ફક્ત એટલી જ તમારી અહમીયત છે;

આપવું તો છે ઘણું તમને ઈશ્વરે, પણ!
સત્ય છે કે, મળે એટલું જેવી નિયત છે;

તાપમાન આબોહવાનું થઈ જશે ઓછું,
બસ, ઈર્ષામાં ન બળવાની જ શરત છે;

કહ્યું એમણે કે, હવે ભૂલી જજે તું મને!
છતાંય સ્મરણ એમનું જ રહે સતત છે;

વિતેલા દિવસોને ભૂલવામાં સમજદારી,
આમે ખુશીઓની જીવનમાં અછત છે;

ખાલી હાથે આવ્યા, ખાલી હાથ જાશું!
"વ્યોમ" કર્મ જીવનની અસલ બચત છે;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111890004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now