......" પ્રણય અને બાધા "
પ્રણયમાં કેમ આવે છે? કોઈને કોઈ બાધા;
માનવ શું? ન બચ્યાં એનાથી કાનો ને રાધા;
કહેવાય દરિયો આગનો, ને છે તરતાં જવાનું!
તો, પાર કરે છે એ જેમનાં પાકા હોય ઈરાદા;
કંટક ભરેલ પ્રેમના રસ્તે ચાલવું છે મુશ્કેલ, પણ
વધતાં રહો આગળ, માર્ગ સીધા મળે કે આડા;
ખબર નહોતી કે પ્રેમ કરવો પણ એક કળા છે,
કર્યો પ્રેમ સાદગીથી, અમે તો રહ્યા સીધા સાદા;
મળે મીલન કે પછી મળે વિયોગ, છે કબૂલ મને,
કર્યો પ્રેમ ખરા દિલથી, હવે તું સંભાળજે માધા;
મીલન જ નૈ પણ, સમર્પણ પણ પ્રેમ છે "વ્યોમ"
એટલે જ તો ક્રિષ્ણાથી પહેલાં બોલાય છે રાધા;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર