જ્યારે કોઈ વ્યક્તિ ના બોલે ત્યારે તેની કેમેરામાં કેદ તસવીર ઘણું બધુ કહી જાય છે.
ઘણી એવી યાદો જે ખુશીથી પસાર કરી હોય અને એને કેમેરામાં કેદ કરી હોય,જ્યારે ખૂબ ઉદાસ મન હોય અને એ તસવીર પર મન જાય તો પણ દિલ ખુશ થયી જાય છે.
લોકો ભલે કહે તસવીર બોલતી નથી,પણ જેના દિલમાં તેના પ્રત્યે લાગણી હોય ત્યારે તે આખી તસવીર જોઈને દિલને વાંચી જાય છે.
ક્યારેક પ્રસંગોના ફોટો જોઈને મન થોડું હળવું બની ફરી ચાલ તેવા બની જીવી લઈએ એવું મન પણ થયી જાય છે.